A reunited couple standing in a garden of lilies and pomegranates at sunrise

ગીતોનું ગીત 6

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
સ્ત્રી જાણે છે કે તેનો પ્રિયતમ બગીચામાં ગયો છે, અને તે તેમના પરસ્પર સંબંધની પુષ્ટિ કરે છે. તે રાણીઓ અને કન્યાઓ વચ્ચે તેની સુંદરતા, વિશિષ્ટતા, અને પ્રભાવશાળી તેજની પ્રશંસા કરે છે. બગીચો, પરોઢ, ચંદ્ર, સૂર્ય, ધ્વજો, અને પાછી ફરેલી શૂલામીથ અધ્યાયના નવીકૃત આશ્ચર્યને આકાર આપે છે.
પુનર્મિલનપરસ્પર સંબંધવિશિષ્ટતાતેજબગીચો
1હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી તારો પ્રીતમ કઈ તરફ ગયો છે? તારો પ્રીતમ કઈ દિશા તરફ ગયો છે, અમને કહે જેથી અમે તારી સાથે તેને શોધીએ?
2મારો પ્રીતમ પોતાના બાગમાં ગયો છે, સુગંધીઓના ક્યારામાં, બાગોમાં આનંદ કરવા ગુલછડી વીણવા ગયો છે.
3હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે; તે ગુલછડીઓમાં પોતાને આનંદિત કરે છે.
4સ્ત્રીનો પ્રીતમ તેને કહે છે, મારી પ્રિયતમા તું તિર્સા જેવી સુંદર, યરુશાલેમ જેવી ખૂબસૂરત, અને ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયાવહ છે.
5તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે, કેમ કે તેઓએ મારો પરાજય કર્યો છે. ગિલ્યાદની બાજુએ બેઠેલા, બકરાંના ટોળાં જેવા તારા કેશ છે.
6ઘોવાઇને બહાર નીકળેલી ઘેટીઓના ટોળાં જેવા તારા દાંત છે જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે અને તેઓમાંના કોઈએ પોતાના બચ્ચાં ગુમાવ્યાં નથી.
7તારા બુરખા પાછળ તારા ગાલ દાડમની ફાડ જેવા છે.
8રાણીઓ તો સાઠ છે અને એંસી ઉપપત્નીઓ છે; અને બીજી અસંખ્ય કુમારિકાઓ છે.
9અને મારી હોલી, મારી નિષ્કલંક તો એક જ છે; તે પોતાની માતાની એકની એક છે; તે પોતાની જનેતાની માનીતી છે. પુત્રીઓએ તેને જોઈને કહ્યું કે તું પ્રશંસાપાત્ર છે; રાણીઓ અને ઉપપત્નીઓ તેને જોઈને તેની પ્રશંસા કરે છે.
10પ્રભાતના જેવી પ્રકાશિત ક્રાંતિવાળી, ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી ડાઘ વગરની, ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર એ કોણ છે?
11વસંતઋતુ ખીલી છે તે જોવા દ્રાક્ષવેલાને કૂંપળો ફૂટી છે કે કેમ; દાડમોને મોર આવ્યો છે કે કેમ; તે જોવા માટે હું અખરોટના બગીચામાં ગયો.
12હું કંઈ સમજુ તે પહેલા તો મારા આત્માએ મને રાજવંશી રથમાં બેસાડ્યો.
13પાછી આવ, હે શૂલ્લામી; પાછી આવ; પાછી આવ કે અમે તને નિહાળીએ. માહનાઇમના નૃત્યની જેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો?

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.