Jerusalem rests among encircling mountains as families flourish inside and shadowed rulers approach outside

ગીતશાસ્ત્ર 125

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 125 વિશ્વાસ કરનારા લોકોની તુલના અડગ સિયોન પર્વત સાથે અને આસપાસના રક્ષણની તુલના યરૂશાલેમના પર્વતો સાથે કરે છે. જુલમી શાસન કાયમ રહેશે નહીં; પ્રામાણિકતાને પ્રોત્સાહન અપાય છે, વાંકા માર્ગો રદ કરાય છે, અને શાંતિ પ્રાર્થના પૂરી કરે છે.
સિયોનસ્થિરતારક્ષણશાંતિ
1જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.
2જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.
3દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ. નહિ તો, ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.
4હે યહોવાહ, જેઓ સારા છે અને જેઓનાં હૃદય યથાર્થ છે, તેમનું ભલું કરો.
5પણ જેઓ પોતે આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવાહ દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ પર શાંતિ થાઓ.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.