A community helps one another escape rushing water as a small bird flies from an opened net

ગીતશાસ્ત્ર 124

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 124 કલ્પના કરે છે કે દૈવી મદદ વગર શું થયું હોત: દુશ્મનો, ગુસ્સો, પૂર, અને દાંત લોકોને ભરખી ગયા હોત. તેના બદલે, શિકાર તૂટેલા ફાંસલામાંથી છટકે છે અને કૃતજ્ઞતાથી પોતાના છોડાવનારનું નામ લે છે.
છટકારોમદદખતરોધન્યવાદ
1હવે ઇઝરાયલ એમ કહો, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,”
2જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,
3તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.
4પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.
5તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”
6યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.
7જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ.
8આકાશ અને પૃથ્વીના સર્જનહાર, યહોવાહ અમારા મદદગાર છે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.