Servants watch their master's hands while weary pilgrims outside lift their eyes toward the sanctuary

ગીતશાસ્ત્ર 123

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 123 માલિકના હાથ જોતાં સેવકોના કેન્દ્રિત ધ્યાન સાથે ઉપર તરફ ફરે છે. મજાક અને ઘમંડી તિરસ્કારથી ભરેલો થાકેલો સમુદાય નમ્રતાથી, ધ્યાનવાળી રીતે, અને સતત જરૂરી દયાની રાહ જુએ છે.
દયાનિર્ભરતાતિરસ્કારપ્રાર્થના
1હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર, હું તમારા તરફ મારી આંખો ઊંચી કરું છું.
2જુઓ, જેમ સેવકની આંખો પોતાના માલિકના હાથ તરફ, જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે, તેમ અમારા ઈશ્વર યહોવાહની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.
3અમારા પર દયા કરો, હે યહોવાહ, અમારા પર દયા કરો, કેમ કે અમે અપમાનથી ભરાઈ ગયા છીએ.
4બેદરકાર માણસોના તુચ્છકાર તથા ગર્વિષ્ઠોના અપમાનથી અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.