A tearful farmer sows near restored Jerusalem as joyful families return carrying abundant grain

ગીતશાસ્ત્ર 126

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 126 એટલી આશ્ચર્યજનક પુનઃસ્થાપના યાદ કરે છે કે તે સ્વપ્ન જેવી લાગી. હાસ્ય અને આંતરરાષ્ટ્રીય સાક્ષી પાછા ફરવા સાથે આવે છે, જ્યારે નવીકૃત પ્રાર્થના વિશ્વાસ કરે છે કે વર્તમાન આંસુ અને કિંમતી બીજ ગીતો અને પુષ્કળ લણણી બનશે.
પુનઃસ્થાપનાઆનંદઆંસુલણણી
1જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા , ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું.
2ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું અને અમારી જીભ ગાયન કરવા લાગી. ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું, “યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.”
3યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે; અમે કેટલા ખુશ છીએ!
4નેગેબના ઝરણાંની જેમ, હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો .
5જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે.
6જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.