A peaceful toddler rests against his mother beneath an olive tree overlooking Jerusalem

ગીતશાસ્ત્ર 131

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 131 ગર્વ, મોટી મહત્વાકાંક્ષા, અને શાંત નિર્ભરતા માટે બેચેન ઇચ્છાને રદ કરે છે. બોલનારનું આંતરિક જીવન દૂધ છોડાવેલા બાળક જેમ બને છે જે પોતાની માતા સાથે સંતોષથી આરામ કરે છે, સમુદાયને સ્થાયી આશા તરફ આમંત્રિત કરે છે.
નમ્રતાસંતોષવિશ્વાસઆશા
1હે યહોવાહ, મારું હૃદય ઘમંડી નથી અને મારી આંખો અભિમાની નથી. મારી પાસે મારા માટે કોઈ મહાન આશાઓ નથી અથવા જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં, હું હાથ નાખતો નથી.
2તેમ છતાં, મેં મારો આત્મા નમ્ર અને શાંત કર્યો છે; જેમ એક બાળક પોતાની માતાનું દૂધ છોડે છે, તેમ મારો આત્મા દૂધ છોડી દેનાર બાળકના જેવો જ છે.
3હે ઇઝરાયલ, આ સમયથી તે સદાકાળ માટે યહોવાહની જ આશા રાખજે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.