A worshiper prays from deep stone steps while wall watchmen scan the horizon at sunrise

ગીતશાસ્ત્ર 130

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 130 ઊંડા અપરાધભાવ અને જરૂરિયાતથી પોકારે છે, છતાં માફી નિરાશાને બદલે આદરભાવ પેદા કરે છે. રાહ જોતો આત્મા સવારની રાહ જોતાં ચોકીદારો કરતાં વધુ ઉત્સુકતાથી જુએ છે, સ્થિર પ્રેમ અને પુષ્કળ સામુદાયિક છુટકારામાં વિશ્વાસ કરે છે.
માફીરાહ જોવીઆશાછુટકારો
1હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.
2હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.
3હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?
4પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો.
5હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું.
6સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
7હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે.
8તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.