A golden lampstand with seven flames and a bowl stands between two olive trees above Zerubbabel and workers rebuilding the temple

ઝખાર્યા 4

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ઝખાર્યા સોનાનું દીવીસ્તંભ સાત દીવાઓ સાથે જુએ છે, બે જૈતૂનનાં ઝાડોથી પૂરું પડાતું. દર્શન ઝરૂબ્બાબેલને ખાતરી આપે છે કે મંદિર માનવ શક્તિથી નહીં પણ આત્માથી પૂરું થશે. મોટો પર્વત સપાટ બને છે, નાની શરૂઆતોનું સન્માન કરાય છે, અને બે અભિષિક્ત સેવકો પાસે ઊભા છે.
પવિત્ર આત્માદીવીસ્તંભમંદિરઝરૂબ્બાબેલ
1મારી સાથે જે દૂત વાત કરતો હતો તે પાછો આવ્યો અને જાગેલા માણસની પેઠે તેણે મને ઊંઘમાંથી ઉઠાડ્યો.
2તેણે મને કહ્યું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું પૂરેપૂરું સોનાનું બનેલું દીપવૃક્ષ જોઉં છું જેની ટોચ પર કોડિયું છે. તેના પર સાત દીવા છે અને જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત દિવેટ છે.
3તેની પાસે બે જૈતૂનના વૃક્ષો છે, તેમાંનું એક કોડિયાની જમણી બાજુએ અને બીજું કોડિયાની ડાબી બાજુએ.”
4ફરીથી મારી સાથે વાત કરનાર દૂતને મેં કહ્યું, “હે મારા માલિક, તેનો અર્થ શો થાય છે?”
5જે દૂત મારી સાથે વાત કરતો હતો તેણે જવાબ આપીને મને કહ્યું, “તેનો અર્થ શો છે તે શું તું જાણતો નથી?” મેં કહ્યું, “ના, મારા માલિક.”
6તેણે મને જવાબ આપીને કહ્યું, ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાહનું વચન આ છે: ‘બળથી નહિ કે સામર્થ્યથી નહિ પણ મારા આત્માથી,’ સૈન્યોના યહોવાહ કહે છે,”
7“હે ઊંચા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ થઈ જશે, તેના પર ‘કૃપા થાઓ, કૃપા થાઓ, એવા પોકારસહિત ટોચના પથ્થરને બહાર લાવશે.”
8યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
9“ઝરુબ્બાબેલના હાથથી આ પવિત્રસ્થાનનો પાયો નંખાયો છે અને તેના હાથથી તે પૂરું થશે, ત્યારે તું જાણશે કે સૈન્યોના યહોવાહે મને તારી પાસે મોકલ્યો છે, એવું ઝરુબ્બાબેલ કહે છે,
10નાના કામોના આ દિવસને કોણે ધિક્કાર્યો છે? આ લોકો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને આનંદ કરશે. “યહોવાહની આ સાત દીવારૂપી આંખો, આખી પૃથ્વી પર સર્વત્ર ફરતી રહે છે.”
11પછી મેં દૂતને પૂછ્યું, “દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ બે જૈતૂન વૃક્ષો છે તે શું છે?”
12વળી મેં ફરીથી તેની સાથે વાત કરીને કહ્યું, “જૈતૂન વૃક્ષની આ બે ડાળીઓ કે જે સોનાની બે દિવેટો છે. તેમાંથી તેલનો પ્રવાહ વહે છે તેઓ શું છે?”
13તેણે મારી સાથે વાત કરવાનું ચાલું રાખ્યું, “આ શું છે તે શું તું નથી જાણતો?” અને મેં કહ્યું, “ના, મારા માલિક.”
14તેણે કહ્યું, “તેઓ તો આખી પૃથ્વીના પ્રભુ પાસે ઊભા રહેનાર બે અભિષિક્તો છે .”

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.