Immense storm waves crash below a steadfast Jerusalem sanctuary as priests watch from high rock

ગીતશાસ્ત્ર 93

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 93 ગર્જના કરતાં સમુદ્રો કરતાં વધુ શક્તિશાળી ભવ્ય શાસનની જાહેરાત કરે છે. જગત મજબૂત ઊભું છે, પ્રાચીન અધિકાર અડગ રહે છે, વિશ્વસનીય હુકમો ટકે છે, અને પવિત્રતા ભક્તિના નિવાસસ્થાનને યોગ્ય રીતે ચિહ્નિત કરે છે.
સાર્વભૌમત્વમહિમાસ્થિરતાપવિત્રતા
1યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે; યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે. ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે.
2તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે; તમે અનાદિકાળથી છો.
3હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે; તેઓએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે; પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે.
4ઘણા પાણીઓના ખળખળાટ કરતાં, સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે.
5તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે; હે યહોવાહ, સર્વકાળ પવિત્રતા તમારા ઘરને શોભે છે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.