
ગીતશાસ્ત્ર 63
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 63 સૂકા અરણ્યમાં શારીરિક તરસને પરમેશ્વર માટે તીવ્ર ઝંખનામાં ફેરવે છે. યાદ કરાયેલો પવિત્ર સ્થાનનો મહિમા, મધરાત્રિનું ધ્યાન, અને આશરો આપતી કાળજી ભક્તને પુષ્કળતા કરતાં વધુ ઊંડાણથી સંતોષે છે અને આનંદભરી ઉસ્તત જગાડે છે.
ઝંખનાભક્તિસંતોષરક્ષણ
1હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે.
2તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે.
3કારણ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે, મારા હોઠો તમારી સ્તુતિ કરશે.
4હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ; હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ.
5હું મારી પથારીમાં તમારા વિષે વિચારું છું; અને રાતના સમયે હું તમારું મનન કરું છું
6મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે.
7કેમ કે તમે મારા સહાયકારી થયા છો અને હું તમારી પાંખોની છાયામાં હરખાઈશ.
8મારો આત્મા તમને વળગી રહે છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.
9પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે.
10તેઓ તલવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે.
11પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે, જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે, પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.