A sick man prays from bed while companions wait and sunrise enters the room

ગીતશાસ્ત્ર 6

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 6 શારીરિક નબળાઈ, ડર, અને થકવી નાખતાં આંસુને અવાજ આપે છે. વિલાપ ત્યારે ફરે છે જ્યારે ગીતકાર ખાતરી ધરાવે છે કે તેની બૂમ સંભળાઈ છે અને ધમકી આપતો વિરોધ છેવટે પાછો હટશે.
વિલાપસાજાપણુંઆંસુખાતરી
1હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ.
2હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.
3મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?
4હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!
5કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી. શેઓલમાં તમારો આભાર કોણ માનશે?
6હું નિસાસા નાખીને થાકી ગયો છું. દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.
7રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.
8ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે.
9યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે; યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે.
10મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે. તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.