
ગીતશાસ્ત્ર 54
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 54 ત્યારે ઊભું થાય છે જ્યારે અજાણ્યાઓ દાઉદનું સ્થાન દુશ્મન શક્તિને દગો કરે છે. ટૂંકી પ્રાર્થના ન્યાયપ્રાપ્તિ અને છુટકારો માંગે છે, વફાદાર સાથીઓ દ્વારા ટકાવતી મદદ ઓળખે છે, અને છુટકારા પછી ઇચ્છુક ધન્યવાદનું વચન આપે છે.
વિશ્વાસઘાતમદદછુટકારોધન્યવાદ
1હે ઈશ્વર, તમારા નામે મને બચાવો અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
2હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; મારા મુખની વાતો પર કાન ધરો.
3કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે અને જુલમગારો મારો જીવ લેવા મથે છે; તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી.
4જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; પ્રભુ જ મારા આત્માનાં આધાર છે .
5તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે; તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો.
6હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે.
7કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.