
ગીતશાસ્ત્ર 39
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 39 મૌન ક્યારે શાણું છે અને શોક ક્યારે બોલવો જ જોઈએ તેની સાથે ઝગડે છે. ટૂંકું જીવન પસાર થતાં શ્વાસ અને પડછાયા જેવું છે, જે એકઠી કરેલી સંપત્તિને અનિશ્ચિત બનાવે છે અને ગીતકારની ઊંડી આશાને પરમેશ્વર તરફ ફેરવે છે.
મરણશીલતાબોલીઆશાનમ્રતા
1મેં નક્કી કર્યું કે, “હું જે કહું છું, તે હું ધ્યાન રાખીશ કે જેથી હું મારી જીભે પાપ ન કરું. જ્યાં સુધી દુષ્ટો મારી આસપાસ હશે, ત્યાં સુધી હું મારા મોં પર લગામ રાખીશ.
2હું શાંત રહ્યો; સત્ય બોલવાથી પણ હું છાનો રહ્યો અને મારો શોક વધી ગયો.
3મારું હૃદય મારામાં તપી ગયું; જ્યારે મેં આ બાબતો વિષે વિચાર કર્યો, ત્યારે વિચારોનો અગ્નિ સળગી ઊઠ્યો. પછી અંતે હું બોલ્યો કે,
4“હે યહોવાહ, મને જણાવો કે મારું આયુષ્ય કેટલું છે? અને મારા આયુષ્યના દિવસો કેટલા છે, તે મને જણાવો. હું કેવો ક્ષણભંગુર છું, તે મને સમજાવો.
5જુઓ, તમે મારા દિવસો મુઠ્ઠીભર કર્યા છે અને મારું આયુષ્ય તમારી આગળ કંઈ જ નથી. ચોક્કસ દરેક માણસ વ્યર્થ છે.
6નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે. નિશ્ચે દરેક જણ મિથ્યા ગભરાય છે તે સંગ્રહ કરે છે પણ તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.
7હવે, હે પ્રભુ, હું શાની રાહ જોઉં? તમે જ મારી આશા છો.
8મારા સર્વ અપરાધો પર મને વિજય અપાવો: મૂર્ખો મારી મશ્કરી કરે, એવું થવા ન દો.
9હું ચૂપ રહ્યો છું અને મેં મારું મુખ ઉઘાડ્યું નથી કેમ કે તમે જે કર્યુ છે એ હું જાણું છું.
10હવે મને વધુ શિક્ષા ન કરશો, તમારા પ્રબળ હાથના પ્રહારે હું નિશ્ચે નષ્ટ જેવો જ થઈ ગયો છું.
11જ્યારે તમે લોકોને તેઓનાં પાપોને કારણે શિક્ષા કરો છો, ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો; નિશ્ચે દરેક લોકો કંઈ જ નથી પણ વ્યર્થ છે.
12હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતિ કાને ધરો; મારાં આંસુ જોઈને! શાંત બેસી ન રહો, કેમ કે હું તમારી સાથે વિદેશી જેવો છું, મારા સર્વ પૂર્વજોની જેમ હું પણ મુસાફર છું.
13હું મૃત્યુ પામું તે અગાઉ, તમારી કરડી નજર મારા પરથી દૂર કરો કે જેથી હું ફરીથી હર્ષ પામું.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.