Trumpets, harps, lyres, drums, flutes, cymbals, dancers, families, and animals celebrate at sunrise

ગીતશાસ્ત્ર 150

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 150 કેન્દ્રિત, અમર્યાદિત ઉસ્તત સાથે ગીતસંગ્રહ પૂરો કરે છે. પવિત્ર સ્થાન અને આકાશ, ભવ્ય કાર્યો અને શ્રેષ્ઠ મહાનતા, રણશિંગડું અને તાર, લય અને ઝાંઝ, નૃત્ય, અને શ્વાસ લેતું દરેક પ્રાણી એક અંતિમ ગાયકવૃંદ બનાવે છે.
ઉસ્તતસંગીતપવિત્ર સ્થાનસૃષ્ટિ
1યહોવાહની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.
2તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.
3રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
4ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો.
5તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો.
6શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો. યહોવાહની સ્તુતિ કરો.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.