Pilgrims reconcile, reject bribery, and welcome neighbors below a sanctuary tent

ગીતશાસ્ત્ર 15

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 15 સંકલિત ચરિત્રના ચિત્રણ દ્વારા જવાબ આપે છે કે પવિત્રતાની નજીક કોણ રહી શકે. સાચી બોલી, પડોશી કાળજી, નાણાકીય પ્રામાણિકતા, અને દ્રઢ વચનો રોજિંદા સંબંધો અને જાહેર ચાલ-ચલણમાં ભક્તિને દૃશ્યમાન બનાવે છે.
પ્રામાણિકતાભક્તિસત્યપડોશીનો પ્રેમ
1હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?
2જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.
3તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી, બીજાનું ખરાબ કરતો નથી, પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.
4તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે. તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી.
5તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી. જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.