A hunted man prays inside a cave as pursuers pass and friends approach along a sunlit path

ગીતશાસ્ત્ર 142

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 142 એકલતા, ખતરો, અને દેખીતા ત્યાગમાંથી પ્રામાણિક ફરિયાદ ઢોળે છે. કોઈ માનવ આશરો દેખાતો ન હોવાથી, ગુફા પ્રાર્થના પરમેશ્વરને ભાગ તરીકે નામ આપે છે અને કૃતજ્ઞ સમુદાયમાં મુક્તિની અપેક્ષા રાખે છે.
એકલતાઆશ્રયફરિયાદછટકારો
1હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું; ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું.
2તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું; હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું.
3જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે, ત્યારે તમે મારા માર્ગો જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.
4હું મારી જમણી બાજુએ જોઉં છું, તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી. મારું નાસવું નિષ્ફળ ગયું છે; મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી.
5હે યહોવાહ, મેં તમને વિનંતિ કરીને કહ્યું, “તમે જ મારો આશ્રય છો, મારી જિંદગીપર્યંત તમે મારો વારસો છો.
6મારો પોકાર સાંભળો, કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો, કેમ કે તેઓ મારા કરતા બળવાન છે.
7મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો, કે જેથી હું તમારા નામનો આભાર માની શકું. ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે કેમ કે તમે મારા માટે ભલા છો.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.