Three generations share a courtyard meal beneath grapes and olives overlooking peaceful Jerusalem

ગીતશાસ્ત્ર 128

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 128 અર્થપૂર્ણ મજૂરી, ફૂલતાં લગ્ન, ઓલિવના અંકુર જેવા બાળકો, લાંબુ જીવન, અને યરૂશાલેમની શાંતિ દ્વારા આશીર્વાદનું ચિત્રણ કરે છે. ખાનગી ઘરાણાનો આનંદ સ્વાભાવિક રીતે આખા કરાર સમુદાય માટે ચિંતામાં વિસ્તરે છે.
કુટુંબમજૂરીઆશીર્વાદશાંતિ
1જે યહોવાહને માન આપે છે અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે.
2તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ; તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે.
3તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.
4હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે તે આશીર્વાદિત થશે.
5યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.
6તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.