
ગીતશાસ્ત્ર 120
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 120 જૂઠાં હોઠ અને વિનાશક બોલી પર દુઃખ સાથે યાત્રા ગીતો શરૂ કરે છે. શાંતિથી દૂર રહેતાં, બોલનાર સત્ય અને સમાધાનની ઝંખના કરે છે એવા પડોશીઓ વચ્ચે જેઓ શાંતિભર્યા ઇરાદાનો જવાબ યુદ્ધથી આપે છે.
સત્યશાંતિદુઃખયાત્રા
1મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો.
2હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
3હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે?
4તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
5મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.
6જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
7હું શાંતિ ચાહું છું, પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.