
ગીતશાસ્ત્ર 113
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 113 ઉસ્તતને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અને સ્વર્ગની ઊંચાઈઓથી સમાજના સૌથી નીચા સ્થાનો સુધી ફેલાવે છે. ગરીબ ગૌરવ મેળવે છે, જરૂરિયાતમંદ સન્માનિત સંગત વહેંચે છે, અને નિઃસંતાન સ્ત્રી કુટુંબમાં આનંદ કરે છે.
ઉસ્તતગૌરવગરીબકુટુંબ
1યહોવાહની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; યહોવાહના નામની સ્તુતિ કરો.
2યહોવાહનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
3સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાહના નામની સ્તુતિ કરો.
4યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે.
5આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે.
6આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે કોણ જુએ છે?
7તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે.
8જેથી તે અમીરો સાથે એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય.
9તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાહની સ્તુતિ કરો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.