Joyful families, musicians, shepherds, and harvest bearers enter Jerusalem's open gates together

ગીતશાસ્ત્ર 100

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 100 આખી પૃથ્વીને ખુશ સેવા, આનંદભર્યા ગીત, અને કૃતજ્ઞ પવિત્ર આંગણામાં આમંત્રિત કરે છે. ભક્તિ સર્જનહાર અને ભરવાડ સાથે સંબંધ પર આધારિત છે જેની ભલાઈ, સ્થિર પ્રેમ, અને વફાદારી દરેક પેઢી પાર ટકે છે.
ધન્યવાદઆનંદસંબંધવફાદારી
1હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ.
2આનંદથી યહોવાહની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો.
3જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે; તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ.
4આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો.
5કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.