
અયૂબ 25
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
બિલ્દાદ પરમેશ્વરના પ્રભુત્વ અને સ્વર્ગની અસંખ્ય સેનાઓ પર ટૂંકું અંતિમ ભાષણ આપે છે, જેમની સમક્ષ ઊંચાઈઓમાં શાંતિ સ્થાપાય છે. જો ચંદ્ર અને તારાઓ પણ પરમેશ્વરની નજરમાં શુદ્ધ ન હોય, તો તે પૂછે છે, સ્ત્રીથી જન્મેલો કીડો, માનવ, કેવી રીતે ધર્મી હોઈ શકે?
બિલ્દાદદૈવી પ્રભુત્વમાનવ નબળાઈબ્રહ્માંડ
1પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું,
2“સત્તા અને ભય તેમની પાસે છે; તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે.
3શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે? અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું?
4ઈશ્વરની સમક્ષ મનુષ્ય કેવી રીતે ન્યાયી ઠરે? અને સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?
5જુઓ, તેમની દૃષ્ટિમાં ચંદ્ર પણ નિસ્તેજ છે; અને તારાઓ પણ નિર્મળ નથી.
6તો પછી મનુષ્ય જે કીડા જેવો છે, અને મનુષ્યપુત્ર જે કીડો જ છે, તે કેવી રીતે પવિત્ર હોઈ શકે!”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.