
યશાયા 15
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
મોઆબના શહેરો અચાનક પડે છે, અને શોક મંદિરો અને શેરીઓથી ખેતરો અને જળમાર્ગો સુધી ફેલાય છે. શરણાર્થીઓ પોતાનો સામાન લઈ જાય છે જ્યારે બૂમો જમીન પાર ગુંજે છે, ઊંડા સામુદાયિક નુકસાન દ્વારા ન્યાયચુકાદોનું ચિત્રણ કરે છે.
વિલાપન્યાયચુકાદોશરણાર્થીઓમોઆબ
1મોઆબ વિષે ઈશ્વરવાણી. ખરેખર, એક રાત્રિમાં મોઆબનું આર ઉજ્જડ થઈને નષ્ટ થયું છે; ખરેખર, એક રાત્રિમાં કીર-મોઆબ ઉજ્જડ થઈને નષ્ટ થયું છે.
2તેઓ દીબોનના લોકો, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયા છે; નબો અને મેદબા પર મોઆબ વિલાપ કરે છે. તેઓ સર્વનાં માથાં બોડાવેલાં અને દાઢી મૂંડેલી છે.
3તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓના ધાબા પર અને ચોકમાં પોક મૂકીને રડે છે.
4વળી હેશ્બોન અને એલઆલેહ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે; યાહાસ સુધી તેઓનો અવાજ સંભળાય છે. તેથી મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ કરે છે; તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે.
5મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે; તેમાંથી નાસી ગયેલા સોઆર અને એગ્લાથ-શલીશિયા સુધી દોડે છે. લૂહીથનાં ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે. હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે.
6નિમ્રીમનાં પાણી સુકાઈ ગયાં છે; ઘાસ સુકાઈ ગયું છે અને નવું ઘાસ નાશ પામ્યું છે; લીલોતરી નથી.
7તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે અને જે સંઘરેલું છે તે તેઓ વેલાવાળા નાળાંને પાર લઈ જશે.
8કેમ કે મોઆબની સરહદની આસપાસ રુદનનો પોકાર ફરી વળ્યો છે; એગ્લાઈમ અને બેર-એલીમ સુધી તેનો વિલાપ સંભળાય છે.
9દીમોનમાં પાણી રક્તથી ભરપૂર છે; પણ હું દીમોન પર વધારે આપત્તિ લાવીશ. મોઆબના બચી ગયેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ લાવીશ.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.