
હોશિયા 3
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
પરમેશ્વર હોશિયાને ફરી બેવફા સ્ત્રીને પ્રેમ કરવા કહે છે, તેની મૂર્તિપૂજા છતાં ઇઝરાયલ માટે દૈવી પ્રેમને પ્રતિબિંબિત કરતાં. હોશિયા તેને ચાંદી અને જવ સાથે છોડાવે છે અને વફાદારીના સમયગાળાની જરૂર કરે છે, ઇઝરાયલની વંચિતતા અને પરમેશ્વર તથા દાઉદી શાસન તરફ છેવટની પાછા ફરવાની આગાહી કરતાં.
છુટકારોસ્થિર પ્રેમવફાદારીપાછા ફરવું
1યહોવાહે મને કહ્યું, “ફરીથી જા, ઇઝરાયલ લોકો બીજા દેવો તરફ વળી જાય છે અને સૂકી દ્રાક્ષોને પ્રેમ કરે છે છતાં તેમના યહોવાહ તેમના પર પ્રેમ કરે છે તેવી જ રીતે તું તેના પ્રેમીને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી પર પ્રીતિ કર.”
2તેથી મેં તેને પોતાને માટે પંદર સિક્કા ચાંદી અને સાત મણ જવ આપીને વેચાતી લીધી.
3મેં તેને કહ્યું, “ઘણા દિવસ સુધી તું મારી સાથે રહેજે. તું વ્યભિચાર કરીશ નહિ, બીજા કોઈ પુરુષની સ્ત્રી થઈશ નહિ. એ જ રીતે હું તારી સાથે છું.”
4કેમ કે ઇઝરાયલી લોકો ઘણા દિવસો સુધી રાજા વગર, રાજકુમારો વગર, બલિદાન વગર, ભજનસ્તંભ વગર, એફોદ વગર કે ઘરની મૂર્તિઓ વગર રહેશે.
5ત્યારબાદ ઇઝરાયલી લોકો પાછા આવીને યહોવાહ પોતાના ઈશ્વરની અને પોતાના રાજા દાઉદની શોધ કરશે. અને પાછલા દિવસોમાં તેઓ ભયસહિત યહોવાહની આગળ આવશે અને તેમની ઉદારતાનો આશ્રય લેશે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.