Young Saul standing with shields among assembled Benjaminite relatives and elders

1 કાળવૃતાંત 8

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
બિન્યામીનના કુટુંબો વસાહતો, કુળના વડાઓ, અને યરૂશાલેમ તથા ગિબયોનમાં પેઢીઓ દ્વારા વિગતવાર અપાય છે. રેકોર્ડ શાઊલના પૂર્વજો અને વંશજો સાથે પૂરો થાય છે, ઇઝરાયલના પ્રથમ રાજાના હિસાબ માટે તૈયારી કરે છે.
બિન્યામીનશાઊલવંશાવળીરાજાપણું
1બિન્યામીનના પાંચ દીકરા; જયેષ્ઠ દીકરો બેલા, આશ્બેલ, અહારાહ,
2નોહા તથા રાફા.
3બેલાના દીકરાઓ; આદ્દાર, ગેરા, એહૂદ,
4અબીશુઆ, નામાન, અહોઆહ,
5ગેરા, શફૂફાન તથા હૂરામ.
6આ એહૂદના વંશજો ગેબાના રહેવાસીઓના કુટુંબોના આગેવાનો હતા, તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવાયા.
7નામાન, અહિયા, ગેરા. ગેરાના દીકરાઓ; ઉઝઝા તથા અહિહુદ.
8શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બારાને છૂટાછેડા આપી દીધા, પછી મોઆબ દેશમાં અન્ય પત્નીઓથી થયેલા તેના દીકરા;
9તેની પત્ની હોદેશથી, શાહરાઈમ યોબાબ, સિબ્યા, મેશા તથા માલ્કામ,
10યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા.
11પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ તથા એલ્પાલ.
12એલ્પાલના દીકરાઓ; એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યાં,
13તેના બીજા દીકરાઓ; બરિયા તથા શેમા. તેઓ આયાલોનમાં રહેતા કુટુંબોના આગેવાનો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને કાઢી મૂક્યા.
14બરિયાના દીકરાઓ; આહ્યો, શાશાક, યેરેમોથ,
15ઝબાદ્યા, અરાદ, એદેર,
16મિખાએલ, યિશ્પા તથા યોહા.
17એલ્પાલના દીકરાઓ; ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર,
18યિશ્મરાય, યિઝલીઆ તથા યોબાબ.
19શિમઈના દીકરાઓ; યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી,
20અલિએનાય, સિલ્લાથાય, અલીએલ,
21અદાયા, બરાયા તથા શિમ્રાથ તે શિમઈના દીકરાઓ.
22શાશાકના દીકરાઓ; યિશ્પાન, એબેર, અલીએલ,
23આબ્દોન, ઝિખ્રી, હાનાન,
24હનાન્યા, એલામ, આન્થોથિયા,
25યિફદયા અને પનુએલ એ શાશાકના પુત્રો.
26યરોહામના દીકરાઓ; શામ્શરાય, શહાર્યા, અથાલ્યા,
27યારેશ્યા, એલિયા તથા ઝિખ્રી.
28આ તેઓના કુટુંબોના આગેવાનો તથા તેમના સમયોમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.
29ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માકા હતું.
30તેના દીકરાઓ; જયેષ્ઠ દીકરો આબ્દોન અને સૂર, કીશ, બઆલ, નાદાબ,
31ગદોર, આહ્યો તથા ઝેખેર.
32યેઈએલનો બીજો દીકરો મિકલોથ. તેનો દીકરો શિમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.
33નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરા; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.
34યોનાથાનનો દીકરો મરીબ્બાલ. મરીબ્બાલનો દીકરો મિખા,
35મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તારેઆ તથા આહાઝ.
36આહાઝનો દીકરો યહોઆદ્દા. યહોઆદ્દા દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા.
37મોસાનો દીકરો બિનઆ. બિનઆનો દીકરો રાફા. રાફાનો દીકરો એલાસા. એલાસાનો દીકરો આસેલ.
38આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન.
39આસેલના ભાઈ એશેકના દીકરાઓ; જયેષ્ઠ દીકરો ઉલામ, બીજો યેઉશ અને ત્રીજો અલીફેલેટ.
40ઉલામના દીકરાઓ પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓના દીકરાઓ અને પૌત્રોની સંખ્યા એકસો પચાસ જેટલી હતી. તેઓ સર્વ બિન્યામીનના વંશજો હતા.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.